Jobs Maru Gujarat

Gujarat Forest Guard Important Notification regarding walking test 2023

Gujarat Forest Guard Important Notification regarding walking test 2023

Facebook
Telegram
WhatsApp
LinkedIn

Gujarat Forest Guard Important Notification regarding walking test 2023 – જાહેરાત ક્રમાંક: FOREST/201819/1 વનરક્ષક, વર્ગ-૩ સંવર્ગની સીધી ભરતીની ૩૩૪ જગ્‍યાઓ અનુસંધાને પ્રતિક્ષાયાદીમાં પસંદગી પામેલ નિમણૂકને ઉમેદવારોની પસંદગીયાદી મુજબ વોકીંગ ટેસ્ટમાં હાજર રહેવા અંગેની સુચના

Gujarat Forest Guard Important Notification regarding walking test 2023

Gujarat Forest Guard Important Notification

Gujarat Forest Guard – જાહેરાત ક્રમાંકઃ FOREST/201819/1 વનરક્ષક, વર્ગ-૩ સંવર્ગની સીધી ભરતીની ૩૩૪ જગ્યાઓ અનુસંધાને જે તે જીલ્લામાં નિમણૂંકને લાયક ઉમેદવારોની જીલ્લાવાર પસંદગીયાદી આ કચેરીની તા.૧૮-૦૬-૨૦૨૨ ની જાહેર નોટિસથી તથા પ્રતિક્ષાયાદી આ કચેરીની તા.૦૭-૦૭-૨૦૨૨ ની જાહેર નોટિસથી પ્રસિધ્ધ થયેલ છે. સામાન્ય વહીવટ વિભાગના ઠરાવ ક્રમાંક -પી.એસ.સી./૧૦૮૯/૩૯૧૦ ગ-૨ તા.૨૭-૦૭-૨૦૧૮ મુજબ નિમણૂંક આપેલ વનરક્ષકો પૈકી નિયત સમયમાં રાજીનામુ અવસાન ફરજમુક્તિ/અન્ય કારણોસર નોકરી છોડી ગયેલ ઉમેદવારની ખાલી પડેલ જગ્યા જે તે કેટેગરીના પ્રતિક્ષાયાદીના ઉમેદવારોથી ભરવાની થાય છે.

વનરક્ષક, વર્ગ-૩ સંવર્ગના ઉમેદવારને નિમણૂંક આપવા માટે ભરતી નિયમો અનુસાર ઉમેદવારએ નિયત સમય અને મળવાપાત્ર તકમાં વોર્નીંગ ટેસ્ટ પાસ કરવો જરૂરી છે.

જેથી વનરક્ષક, વર્ગ-૩ ની ખાલી પડેલ જગ્યા ભરવા અંગે આ સાથે સામેલ એનેક્ષર-૧ મુજબના પ્રતિક્ષાયાદીના ઉમેદવારોને નીચે પ્રમાણે યોજાનાર વોકીંગ ટેસ્ટમાં બિનચુક હાજર રહી, ભાગ લેવા જણાવવામાં આવે છે.

અગ્ર મુખ્ય વન સંરક્ષક અને હેડ ઓફ ફોરેસ્ટ ફોર્સ, ગુજરાત રાજ્ય, ગાંધીનગર

જાહેરાત ક્રમાંક : (FOREST/201819/1)

Notification Click Here

(૧) વનરક્ષક, વર્ગ-૩ ની જગ્યાએ પસંદગી પામેલ દરેક ઉમેદવારએ સદરહુ વોકીંગ ટેસ્ટ પાસ કરવો ફરજીયાત હોઇ, દરેક ઉમેદવારોએ ઉપર પત્રકમાં જણાવેલ સ્થળ, સમય અને તારીખે વોકીંગ ટેસ્ટમાં હાજર રહેવાનુ રહેશે.

(૨) વનરક્ષક, વર્ગ-૩ ના ભરતી નિયમોના પેરા-૬ અનુસાર પુરુષ ઉમેદવારએ ૨૫ કિલોમીટર અંતર ૪ કલાકમાં પુરુ કરવાનુ રહેશે અને મહિલા ઉમેદવારોએ ૧૪ કિલોમીટર અંતર ૪ કલાકમાં પુરુ કરવાનુ રહેશે.

(૩) વનરક્ષક, વર્ગ-૩ ના ભરતી નિયમોના પેરા-૬ ના પરંતુક અનુસાર પ્રથમ વોર્કીંગ ટેસ્ટમાં ગેરહાજર રહેનાર ઉમેદવાર / કોઇ કારણોસર વોકીંગ ટેસ્ટ પાસ ના કરી શકનાર ઉમેદવારને આ વોકીંગ ટેસ્ટ પાસ કરવા માટે બીજી અને આખરી તક આપવામાં આવશે. આ બીજી અને આખરી વોકીંગ ટેસ્ટમાં ગેરહાજર રહેનાર / નાપાસ થયેલ ઉમેદવારને કોઇપણ સંજોગોમાં વધુ તક આપવામાં આવશે નહિ

(૪) વનરક્ષક, વર્ગ-૩ ના ભરતી નિયમો અનુસાર સદરહુ વોકીંગ ટેસ્ટએ ભરતી પ્રક્રિયાનો જ એક ભાગ હોઇ કોઇપણ ઉમેદવારોએ તેઓને નિમણૂંક મળી ગયેલ છે તેમ માની લેવાનુ રહેશે

(૫) દરેક ઉમેદવારએ સદરહુ વોર્નીંગ ટેસ્ટ માટે હાજર રહેતા સમયે તેઓને શારીરિક ક્ષમતા કસોટી સમયે નહિ. મેળવેલ કોલ લેટર અને સરકારશ્રી માન્ય પાનકાર્ડ, આધારકાર્ડ, મતદાર કાર્ડ, ડ્રાઇવીંગ લાયસન્સ વિગેરે પૈકી કોઈપણ એક ફોટાવાળું ઓળખપત્ર સાથે લાવવાનું રહેશે.

(૬) સદરહુ વોર્નીંગ ટેસ્ટ સમયે વોર્મીંગ ટેસ્ટના સ્થળે ઉમેદવાર સિવાયના અન્ય કોઇ સગાં- સબંધી- વ્યક્તિઓને પ્રવેશ આપવામાં આવશે નહિ.

(૭) વોકીંગ ટેસ્ટના સ્થળે ઉપસ્થિત રહેનાર ઉમેદવારએ કોઇપણ પ્રકારના માદક / કેફી પદાર્થનુ સેવન કરવુ નહિ. આવા માદક / કેફી પદાર્થનુ સેવન કરેલ કોઇપણ ઉમેદવારને વોર્નીંગ ટેસ્ટના સ્થળે પ્રવેશ આપવામાં આવશે નહિ.

(૮) સદરહુ વોકીંગ ટેસ્ટ માટે દરેક ઉમેદવારએ સ્વ -ખર્ચે ઉપસ્થિત થવાનુ રહેશે.

(૯) સદરહુ વોકીંગ ટેસ્ટ દરમિયાન ઉમેદવારો વોકીંગ ટેસ્ટમાં મદદરૂપ બને તેવા લાકડી વિગેરે કોઇપણ અન્ય સાધનોનો પ્રયોગ કરી શકશે નહિ.

(૧૦) દરેક ઉમેદવારએ સદરહુ વોકીંગ ટેસ્ટ પોતાના જોખમે ભાગ લેવાનો રહેશે. વોકીંગ ટેસ્ટ દરમિયાન ઉમેદવારને થયેલ ઇજા / અકસ્માત કે અન્ય કોઇ નુક્શાન થાય તો તેની સંપૂર્ણ જવાબદારી તેઓની અંગત જવાબદારી રહેશે.

(૧૧) સદરહુ વોકીંગ ટેસ્ટમાં ઉપસ્થિત રહેનાર દરેક ઉમેદવારોએ ઉપર જણાવેલ તમામ સુચનાઓની નોંધ લેવી.

Gujarat Forest Guard – Important Links

InstructionsClick Here
For More DetailsClick Here

(૧૨) ઉપરોકત બાબતે વધુ જાણકારી/પુછપરછ માટે હેલ્પલાઇન નં.૧૯૨૬ ઉપર સંપર્ક કરવો તથા અન્ય જરૂરી સુચનાઓ માટે વન વિભાગની વેબસાઇટ https://forests.gujarat.gov.in તથા https://ojas.gujarat.gov.in_અવાર નવાર જોતાં રહેવા વિનંતી છે.

Leave a Comment

Main Menu

Top Categories